Gujarati Poetry / Kavita

[su_note]કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે,
કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી જાય છે,
લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,
‘કોઈકના’ પગલા કાયમ માટે યાદ રહી જાય છે.[/su_note]
———
[su_note]ઝીંદગી મળવી એ નસીબની વાત છે,
મોત મળવું એ સમયની વાત છે,
પણ મોત પછી પણકોઈના દિલમાં જીવતા રેહવું,,
એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે.[/su_note]
———
[su_note]પાનખરમાં વસંત થવું મને ગમે છે,
યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,
આંખ ભીની તો કાયમ રહે છે,
તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.[/su_note]
———

[su_note]મોકલું છું મીઠીયાદ ક્યાંક સાચવી રાખજો,
મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,
તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ,
ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો.[/su_note]
———
[su_note]જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે,
જે નામંજુર હોય તે જ કરવું પડે છે,
રોવાનો અધિકાર પણ નથી આપતું આ જગત,
ક્યારેક લોકોને બતાવવા માટે હસવું પણ પડે છે.[/su_note]
———
[su_note]આંસુ સુકાયા પછી જે મળવા આવે,
એ “સંબંધ છે”, ને,
આંસુ પહેલા મળવા આવે એ પ્રેમ છે.[/su_note]
———

[su_note]દરેક ઘર નું સરનામું તો હોય પણ,
ગમતા સરનામે ઘર બની જાય,એ જીવન છે!![/su_note]
———
[su_note]બ્લોક કરીદે મને,
નઇતર પ્રેમ થઇ જશે તને.[/su_note]
———
[su_note]પ્રેમ હમેંશા સ્વભાવ ને અનુભવી ને થાય છે,
ચહેરો જોઈ ને તો ફક્ત પસંદગી થાય છે.[/su_note]
———
[su_note]દૂર જઈશું તો દિલ માં વાત મુકતા જઈશું,,
જીવન ભર ના ભૂલાય એવી યાદ મુકતા જઈશું,,
પ્રત્યક્ષ ભલે ના મળો તમે,
પણ હંમેશા યાદ કરો તમે એવી યાદ મુકતા જઈશું.[/su_note]
———

[su_note]પથ્થરો પોલા હશે કોને ખબર?
લોકો પણ કેવા હશે કોને ખબર?
મૃત્યુ સત્ય બની આવી જશે લોકો તો રડશે,
પણ આંસુ કોને સાચા હશે કોને ખબર?[/su_note]
———
[su_note]ઘણુ બધુ કહેવુ હતું તમને, પણ,
ક્યારેક શબ્દો ન મળ્યા ને ક્યારેક તમે.[/su_note]
———
[su_note]કોઈ વસ્તુ ખરાબ નથી હોતી,બસ સમય સમય ની વાત છે,
જો બાજુની સ્કુટી પર ખુબસુરત છોકરી હોય તો,
ટ્રાફીક જામ પણ સારો લાગે છે.[/su_note]
———
[su_note]બદનામ ના થાય અેટલે તો તારું નામ સંતાડી રાખું છું,
બાકી પ્રેમ તો હું તને ખુલ્લે અામ કરું છું.[/su_note]
———
[su_note]ચાલશો તો મંજિલ ના રસ્તા મળી જશે ,
વિચારો તો બધી વાત નું કારણ મળી જશે ,
જીવન એટલું પણ મજબુર નથી હોતું ,
જીગર થી જીવો તો જલસા પડી જશે.[/su_note]